ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી


ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી વરસાદ મન મુકી ને વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. 

હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મા ભારે વરસાદ પડી શકે છે તો કચ્છ દીવ અને દાદરા નગર હવેલી માં હળવો વરસાદ પડી શકે છે. 

આવતી કાલે ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 11 ઓગષ્ટ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વલસાડ અને દમણ માં સારો વરસાદ પડી શકે છે. 

ગુજરાતના 161 થી વધુ તાલુકાઓમાં સારા પ્રમાણ માં વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદર માં 3.5 ઈંચ વરસાદ પડયો છે અને બનાસકાંઠા પાટણ જિલ્લામાં સારા પ્રમાણ માં વરસાદી ઝાપટાં પડયા છે. હવે આગામી ત્રણ દિવસ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.
 
Previous Post Next Post