અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે જે લખ્યું તેનાથી હૃદય કંપી ઉઠશે.


આપણે રોજબરોજ અનેક સમાચાર સંભાળતા હોઈએ છીએ જેમાં ઘણા લોકો આપઘાત કરતા હોય છે ત્યારે સુસાઈડ નોટ લખતા હોય છે ત્યારે હાલમાં અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે તેમની પત્ની અને તેમની ત્રણ વર્ષેની દીકરી સાથે બારમા માળે થી કુદી ને આપઘાત કર્યો છે. 

કુલદીપસિંહ એ આપઘાત કરતા પહેલા તેમના પરિવારજનો અને તેમના મિત્રો ને એક ઇમોશનલ મેસેજ કર્યો છે અને સલાહ સૂચનો પણ આપ્યા છે. તેમણે સુસાઈડ નોટ તરીકે તેમના મિત્રો ને મેસેજ કરી ને પોલીસે ગ્રેડ પે અંગે પણ સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ips અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને પગાર વધારવા દેતા નથી.  

તેમણે તેમના માતા પિતા અને મિત્રો ને પણ યાદ કર્યા હતા. આપણે વાંચીએ તો પણ આપણું હૃદય કંપી ઉઠે તેવા શબ્દો નો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જિંદગી થી કંટાળી ને આ પગલું ભરું છું. મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો. તો ચાલો જોઈએ કે તેમણે શું લખ્યું હતું. 

કુલદીપસિંહ યાદવે લખ્યું હતું કે " આ મારી છેલ્લી નોટ છે મે બીજું કઈ લખ્યું નથી ઘરે કઈ તપાસ કરતા નઈ, રાજી ખુશીથી જવું છું કોઈ તપાસ નાં કરતા મારા બધા પૈસા જે ફ્લેટ માં ભર્યા છે તે મારી બેન નાં ફ્લેટ માટે બીજા કોઈ નો કઈ વાંક નથી મારાથી કઈ ભૂલ થઈ હોય તો સોરી, ખાંભલા સર મજા આવી આપ સાથે સ્વભાવ બવ સારો આપશો ક્રિકેટ રમજો આપ ખાલી વાતો જ કરજો રમવાની. મજા આવી પોલીસ સ્ટેશન માં તમામ સારા હતા d staff કામ કરશે. ભલામણ રાખજે સંજુ બાબા bjp કાકા તમારું સ્ટેન્ડ સાચવજો. 

શૈલેષભાઈ અને અમિત જીવન બાળતા તહેવારમાં યાદ કરજો ખાલી ઇન્વાઇટ pso વાળને જલસા અને અને જલશા કરજો પણ સાહેબ ને તકલીફ નાં પડે મગનાબેન નાની પિયુબેન ભગુબેન નીતાબેન અજયસિંહ દીનેશકાકા જયદીપભાઈ માફ કરજો હું ખાલી હસતો બાકી હસવા જેવુ કંઇ રહ્યું નાં હતું.
Previous Post Next Post