આપણે જાણીએ છીએ છે કે ગુજરાતમાં ઘણાં સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયત નાં મહિલા તલાટી નીતા પટેલ નામની વ્યક્તિ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ હતી.
નીતા પટેલ નામની મહિલા તલાટી એ તેના ગુરુ મહેશભાઈ અહજોલિયા સાથે મળીને લંચકાંડ રચ્યો હતો. નીતા પટેલે તેમના સહયોગથી રૂપિયા એક લાખ લેતા સુરત ACB દ્વારા રંગેહાથે પકડી હતી. આંગડિયા દ્વારા આ લાંચ ની રકમ સ્વીકારવામાં આવી હતી. મહિલા તલાટી નીતા પટેલે ગાંધીનગર જ્ઞાન એકેડેમી નાં સંચાલક મહેશભાઈ લાંચની રકમ લેવા ગોઠવ્યા હતા.
આરોપી તલાટી નીતા પટેલ જ્ઞાન એકેડેમી માંથી પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા થઈ રહી છે. તલાટી નીતા પટેલ લાંચ ની રકમ ઓછી કરવા જણાવ્યુ હતું તો તેમણે જણાવ્યુ હતુ કે નોકરી તો હું શોખ ખાતર કરું છું દશ હજાર થી નીચી રકમ નાં તો હું ચપ્પલ પણ પહેરતી નથી. આવી રીતે ફરિયાદી ને રકમ ઓછી કરી નાં હતી. ઘણા વર્ષોથી ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલવતા મહેશભાઈ હાલ સેક્ટર છ માં એકેડેમી ચલાવે છે. તે પણ સરકારી કર્મચારી જ હતા પરંતુ થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું.
તલાટી નીતા પટેલ એક લાખ રૂપિયા ની લાંચની માંગણી કરી હતી તેથી નીતા પટેલ અને સહયોગી મહેશભાઈ ને ડીટેઇન કરવામાં આવ્યા છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Tags
news