આપણે જાણીએ છીએ છે કે આપણું શરીર તંદુરસ્ત રાખવા માટે આપણે અનેક આહાર અને અનેક કસરત પણ કરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીર માટે નાની મોટી બીમારીઓ થતી હોય છે તે આપણે તેની અવગણના કરતા હોઈએ છીએ. હાલમાં આપણે જાણતા હોઈએ છીએ છે કે દરેક લોકો ને એસિડિટી નો પ્રોબ્લેમ હોય છે આપણે આહાર મા તળેલું અથવા તીખી વસ્તુઓ ખાય એ છીએ તો પણ એસિડિટી થતી હોય છે.
એસિડિટી સામાન્ય રીતે દરેક લોકોને થતી હોય છે પરંતુ આપણે જાણતા હોતા નથી કે એસિડિટી થાય છે કેમ અને તેની પાછળ નું કારણ શું હોય છે. એસિડિટી ને ડોક્ટર એસિડ refulx કહે છે. આપણે જ્યારે મોં વડે ખોરાક ને ખાઈએ છીએ ત્યારે તે લાળ સાથે આપણા પેટમાં જાય છે. જ્યારે આપણો ખોરાક પેટમાં એટલે કે જઠરમાં જાય છે ત્યારે તે ખોરાક વલોવાઈ છે. આ ખોરાક ને વલોવવા માટે આપણા શરીર ને એસિડ ની જરૂર પડે છે અને આ એસિડ હોય છે HCl - haydro cloric acid આ એસિડ મંદ હોય છે જેનાથી શરીર ને કોઈપણ નુકશાન થતું નથી.
જ્યારે આપણે તીખું કે તળેલું ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં તેને પચાવવા માટે વધારે એસિડ ની જરૂર પડે છે અને આ એસિડ આપણા જઠરમાં ભેગો થાય છે. આપણા જઠર ના ઉપર ના ભાગે વાલ જેવી રચનાં હોય છે જે ખોરાક ને અંદર તો જવા દે છે પરંતુ પાછો આવવા દેતો નથી. પરંતુ ઘણી વખત આ વાલ થી એસિડ બહાર આવી જતો હોય છે જેના કારણે આપણ ને ખાટા ઉડકારા આવતા હોય છે અને છાતી માં દુખવા જેવું થતું હોય છે જેને આપણે એસીડીટી કહેતા હોઈએ છીએ.
એસિડિટી ના મુખ્ય લક્ષણો ની વાત કરીએ તો ગળામાં કઈ ફસાઈ રહ્યું હોય તેવું ફીલ થાય, આપણે ને ખાટા ઉબ કાર આવે ઘણી વખત વોમેટ થતી હોય તો તે બધા એસિડિટી ના લક્ષણો છે. જો તમે ખાટું અથવા તળેલું વધારે ખાતા હોય તો તમને એસિડિટી થતી હોય છે. જો તમે ખાલી પેટે ચા પીવો છો તો પણ તમને એસિડિટી થઈ શકે છે.
Tags
health tips