તમારા ઓળખ કાર્ડ પર બીજી વ્યક્તિ સિમ કાર્ડ તો નથી વપરાતી ને, આ રીતે ચેક કરો.


આપણે બધા મોબાઈલ તો વાપરતા હોઈએ છીએ અને મોબાઇલ વાપરવા માટે સિમ કાર્ડ ની જરૂર પડતી હોય છે. સિમ કાર્ડ આપણે ખરીદવા માટે આપણે આધાર કાર્ડ અથવા તો ચુંટણી કાર્ડ જેવા ઓળખ કાર્ડ થી સિમ ખરીદતા હોઈએ છીએ. સિમ કાર્ડ આપણા ડોક્યુમેનટ થી કોઈ બીજી વ્યક્તિ આપણા નામે તો સિમ કાર્ડ વાપરતી નથી ને તે આપણે જાણવું ખુબજ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આપણા નામે સિમ કાર્ડ વાપરતી હોય તો આપણે મુશ્કેલી મા મુકાઈ શકીએ છીએ. 

સિમ કાર્ડ આપણા નામે કેટલા વપરાય છે તે આપણે ઓનલાઇન જોઈ શકીએ છીએ. આપણે ભારત સરકાર ની વેબસાઇટ થી ચેક કરી શકીએ છીએ છે કે આપણા નામે કેટલા સિમ કાર્ડ ચાલુ છે અને કયા કયા નંબર પર આપણે સિમ કાર્ડ વાપરીએ છીએ. જો આપણે તે ચેક કરવું હોય તો સરળ રીતે આપણ મોબાઈલ થી જોઈ શકીએ છીએ.

સિમ કાર્ડ ખરીદતી વખતે આપણી જોડે કોઈપણ id માંગવામાં આવે છે અને પછી સિમ કાર્ડ આપવામાં આવે છે. આપણે કોઈ બીજી વ્યક્તિના નામે સિમ કાર્ડ નથી ખરીદી શકતા પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણા ઓળખ કાર્ડ પર બીજી વ્યક્તિ સિમ કાર્ડ વાપરતી હોય છે. તો તે આપણે ઘરે બેઠા ચેક કરીશું કે કોઈ વ્યક્તિ આપણ નામે સિમ કાર્ડ વાપરતી તો નથી ને, તો ચાલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ માહિતી:

આ રીતે ચેક કરો તમારી I'd પર કેટલાં સિમ ચાલુ છે:

/div>
• સૌ પ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ ના સર્ચ બ્રાઉઝર મા જવાનું રહેશે. 

• ત્યાર બાદ ગૂગલ મા લખો tafcop.dgtelecom.gov.in  અથવા આપેેલ લિંક પર ક્લિક કરો.

• ત્યાર બાદ તેમાં નવું પેજ ખુલશે તેમાં તમારે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

• મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક otp આવશે તે નાખવાનો રહેશે.

• otp નાખ્યા બાદ તમારા id પર એક્ટિવ દરેક મોબાઈલ નંબર ના લિસ્ટ આવી જશે.

• જો લિસ્ટમાં કોઈ એવો નંબર હોય કે જે  તમને ખબર નથી તો તેની જાણ કરી શકો છો.

• અજાણ્યા નંબર પર તમે ફરિયાદ પણ કરી શકો છો અને થોડા દિવસો બાદ તે નંબર બંધ થઈ જશે.

તમે તમારી એક id પર કેટલાં સિમ કાર્ડ લઈ શકો છો:

ભારત સરકાર દ્વારા તમારી id પર 9 સિમ કાર્ડ લઈ શકો છો. પરંતુ જમ્મુ કાશ્મીર જેવા નોર્થ રાજ્યોમાં ફક્ત 6 સિમ કાર્ડ લઈ શકો છો.
Previous Post Next Post