બનાસકાંઠા ના ધાનેરા મા ભૂવા એ ખેડૂત પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ માફી માંગી.

આપણે અનેક દેવી દેવતા જોડે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ પરંતુ આપણા સમાજ માં ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા પણ જોવા મળતી હોય છે. આવો જ કિસ્સો એક બનાસકાંઠા ના ધાનેરા તાલુકામાં બન્યો છે. બનાસકાંઠા ના ખેડૂત પરિવાર જોડેથી ભૂવા એ 36.10 લાખ રૂપિયા પડાવ્યા નો કિસ્સો જોવા મળ્યો હતો. 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલાં ગામે ભૂવાએ પીડિત પરિવાર સાથે છેતરપિંડી કરી ને પૈસા પડાવ્યા ની ફરિયાદ થઇ હતી. ગોલા ગામના ખેડૂત પરિવાર ના બે ભાઈઓ પાસેથી ભૂવાએ માતા પાસી વાળવાના નામે રૂપિયા 36.10 રૂપિયાની રોકડ અને દાગીના પડાવ્યા હતા.

આ સમગ્ર ઘટના નો વીડિયો વાયરલ થતાં ભૂવાએ પીડિત પરિવાર ની માફી માંગી હતી અને 36.10 લાખ રૂપિયા અને દાગીના પીડિત પરિવાર ને પરત કર્યા હતા. સ્થાનિક અહેવાલ પ્રમાણે ખેડૂત પરિવાર સાથે બનેલી ઘટના ને લઈને ભૂવા અને પરિવાર સાથે સમાધાન થઈ ગયું છે.

ગોલા ગામના ભુવાજી તરીકે જાણીતા શંકર ભાઈ રબારીએ પણ વિડિયો જાહેર કરી ને અઢારે આલમ ની માફી માંગી હતી ખેડૂત પરિવાર મા સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. 

આ ઘટના જે લોકો અંધ શ્રદ્ધા મા માને છે તેમના માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. ખેડૂત પરિવાર સાથે સમાજ ઊભો રહેતા લાખો રૂપિયા પરત મળ્યા છે. પરંતુ આપણે આપણી આસપાસ જોઈએ છીએ છે કે અનેક પરિવારો ખોટા ભૂવા અને દોરા ધાગા માં ફસાઈ ને આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા હોય છે.
Previous Post Next Post