સુરતમાં એકજ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો, કારણ જાણી ચોંકી જશો


દેશ અને ગુજરાતમાં દિવસે અને દિવસે આત્મહત્યાના કેશો વધતા જાય છે. ત્યારે  સુરત નાં  અડજણમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે હચમચાવી નાખે તેવો છે. સુરતના અડાજણમાં એકજ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. આ ઘટના ને પગલે આખા પંથકમાં અરેરાટી વ્યાપી છે. એકજ પરિવારના સાત લોકોની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથધરી છે.

• એકજ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી :

મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં એક પરિવારના 7 સભ્યોએ જીવન ટુંકાવી દેતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી છે. અડાજણ નાં આ પરિવારના 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે તેમજ એક સભ્યએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ સાત સભ્યોએ શું કારણ થી આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી મળ્યું નથી પરંતુ એક સુસાઇડ નોટ મળી આવી છે. 

આ ઘટના અંગે ની જાણ અડાજણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તમામ મૃતદેહોને posmatan અર્થે hospital ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

• કોણ છે મૃતકો : 
મૃતકોમાં મનીષ સોલંકી, તેમની પત્ની રીટા સોલંકી, પિતા કનું સોલંકી, માતા સોભા, અને તેમના ત્રણ બાળકો દિશા, કાવ્યા , અને કુશાલ તરીએ ઓળખ થઈ છે. 

• આ સાત લોકોના આપઘાત પાછળનું કારણ શું :

મૃતકના ઘરમાંથી પોલીસને sucide note પણ મળી આવી હતી. ચિઠ્ઠીમાં કેટલીક આર્થિક તંગીનો પણ ઉલ્લેખ કરેલો છે. જોકે પોલીસે હજુ સુધી ચોક્કસ માહિતી શેર કરી નથી. મનીષ સોલંકી ફર્નિચર નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની સાથે 30 થી પણ વધુ સુથાર અને મજૂરો કામ કરે છે.

• શું લખ્યું સુસાઇડ નોટમાં :

આ કેસમાં પોલીસને તપાસ દરમિયાન દોઢ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે જેમાં મૃતક મનીષ સોલંકીએ લખ્યું છે કે : " પરોપકાર, દયાળુ અને ભલમંતશાહી સ્વભાવ મને હેરાન કરી ગયું. રૂપિયા આપ્યા પછી કોઈ પાછા આપતું નથી. ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગીમાં મે ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા માતાપિતાની ચિંતા સતત મને મારી નાખતી હતી. રીટા બેન તમારું ધ્યાન રાખજો. ઘનશ્યામભાઈ, જીનનાભાઈ, બાલાભાઈ બધા રીટાબેન નું ધ્યાન રાખજો. જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમારી જાતિના જવાબદાર લોકોના નામ લખવાં નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંખોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ."
Previous Post Next Post