લંપિ વાયરસ થી બચવા માટે રામબાણ ઇલાજ ઘરે જ કરો આ આર્યુવેદિક ઉપચાર.


આપણે જાણીએ છીએ છે કે મનુષ્ય અને પ્રાણીઓ પર અનેક રોગો ફેલાતા હોય છે ત્યારે આપણે તેને દેશી ઉપચાર થી કેવી રીતે મટાડી શકીએ તેના વિશે વાત કરીશું. હાલમાં ગાય અને ભેશો પર લંપિ વાયરસ નામનો રોગ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ ખુબજ ભયંકર રીતે પશુઓમાં ફેલાઈ રહ્યો છે ને ઘણી બધી ગાયો ના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. 

લંપિ વાયરસ પહેલા વિદેશો માં જ જોવા મળતો હતો પરંતુ ધીમે ધીમે ઓડિશા,ઝારખંડ,ચેન્નાઇ માં પણ આગળ વધ્યો અને હવે આપણા ગુજરાત માં પણ લંપિ વાયરસ નો હાહાકાર જોવા મળી રહ્યો છે. આજે આપણે વાત કરીશું કે આ વાયરસ સામે આપણે કેવી રીતે આપણા પશુઓ ને બચાવી શકીએ અને તેના દેશી ઉપચાર શું છે. 

લંપિ વાયરસ નાં લક્ષણો:

આ વાયરસ સામાન્ય રીતે માદક વાહકો જેમ કે મચ્છર, માખીઓ , જુ જેવા કીટાણુઓ થી ફેલાઈ છે. આ રોગ નાં લક્ષણો ની વાત કરીએ તો પશુના શરીર પર ગઠ્ઠા જેવી ગાંઠો થાય છે પછી તે ચાંદા માં ફેરવાઈ જાય છે, તાવ આવે છે પગમાં સોજા આવે છે શરીર માં જકડતા આવે છે લસિકા ગ્રંથીઓ મા સોજા આવે છે. નાક અને આંખોમાંથી સ્ત્રાવ બહાર આવવા લાગે છે. આ રોગથી દુધાળા પશુના દૂધમાં ધટાડો થાય છે.

લંપિ વાયરસ થી બચવા દેશી ઉપચાર:

• લંપિ વાયરસ સામે હજુ સુધી તેની કોઈ ચોક્કસ દવાની શોધ થઈ નથી તેથી નિષ્ણાતો દ્વારા તેના માટે દેશી ઉપચાર બતાવી રહ્યા છે તે આપણે જરૂર કરવો જોઈએ. આ વાયરસ મચ્છરો અને માખી દ્વારા ફેલાતો હોવાથી લીંબડા નાં પાન ને પાણીમાં ઉકાળી અને રોગજન્ય પશુ ઉપર તેનો છંટકાવ કરતા રહો, ગૂગળ નો અને લીંબડા નાં પાન નો ધુમાડો કરતા રહો જેથી માખી મચ્છર તેની પર બેસે નહીં અને વાયરસ ટ્રાન્સફર થાય નહિ. જે પશુ ને આ રોગ થયો હોય તે પશુ ને બધા પશુઓથી દૂર રાખો.

• લમ્પિ વાયરસ નો દેશી ઉપચાર કરવા માટે 50 ગ્રામ જેટલી હળદર લો અને 50 ગ્રામ જેટલા કાળા મરી  નો પાવડર લો 50 ગ્રામ જેટલું ઘી લઈ અને સાથે 50 ગ્રામ જેટલી સાકાર વાટી ને નાના નાના લાડુ જેવું બનાવી ને ગાય કે ભેંસ ને દિવસ દરમિયાન ખવડાવવાનું છે. બીજું કે 100 ગ્રામ જેટલી ફટકડી લઈને તેને પાણી માં ઓગળી ને ગાય કે ભેંસ ને જે જગ્યાએ વધારે ઈફેક્ટ જેવું હોય ત્યાં છંટકાવ કરવાનો.

• બીજો દેશી ઉપચાર છે તે ખુબજ ઝડપથી કામ કરે છે આ ઉપચારમાં 10 લીટર પાણી માં એક કિલો ગોળ નાખવાનો અને 200 ગ્રામ વરિયાળી , 200 ગ્રામ ઘી, 250 ગ્રામ કાળા મરી નો પાવડર, 50 ગ્રામ હળદર નાખી ને પાણી ને ઉકાળવું અને ત્યાર બાદ ઠંડુ થઈ જાય ત્યારે એક પશુને દરરોજ 1 લીટર પીવડાવવું જ્યાં સુધી આ વાયરસ સામે કાબૂ નાં આવે ત્યાં સુધી.

• ત્રીજો ઉપચાર એવો છે કે તમારે 10 નંગ જેટલા નાગરવેલ નાં પાન લેવાના છે 10 થી 15 ગ્રામ જેટલા કાળા મરી લેવાના છે અને થોડું સિંધાલું લઈ થોડા પ્રમાણમાં ગોળ લઈને નાના લાડુ જેવું બનાવી ને ગાય ને ખવડાવવું.

• છેલ્લો એક બીજો પણ ઉપચાર છે જો તમારી આજુબાજુ તોહડું નામની વનસ્પતિ જોવા મળતી હસે જે ઉતર ગુજરાત અને કચ્છમાં વધુ જોવા મળે છે. આ તોહડા નો જ્યુસ નીકળી અને તેમાં પ્રમાણસર પાણી ઉમેરી 200 ગ્રામ દરોજ ગાય ને પીવડાવવું જોઈએ તેનાથી પણ સારા પરિણામ મળે છે.

Previous Post Next Post