શ્રાધના દિવસોમાં ગુજરાતમાં દુધની હડતાળ ગુજરાતનાં પશુપાલકોએ દૂધ ઢોળી ને વિરોધ કર્યો.



હાલમાં ગુજરાતમા અનેક કર્મચારીઓ ખેડૂતો અને પશુપાલકો પણ દુધની હડતાળ કરી રહ્યા છે પશુપાલકોએ 21 સપ્ટેમ્બરે દુધની હડતાળ પાડી હોવાથી આખા ગુજરાતમાં દૂધ માટે હડતાલ પાડી હતી તેથી આખા ગુજરાતમાં દૂધ માટે તંગી ઊભી થઈ હતી. ઉતર ગુજરાત માં માલધારીઓ અને પશુપાલકોએ દૂધ ડેરીમાં નાં ભરાવી અને બજારમાં દુકાનો બંધ રાખી ને વિરોધ નોંધાવ્યો હતો. 

શ્રાદ્ધ નાં દિવસોમાં હડતાલ પાડી હોવાથી લોકોએ દૂધ માટે વલખાં મારવાં પડ્યા હતા. પશુપાલકો એ દૂધને નદીમાં અને રસ્તાઓ પર ઢોળી ને વિરોધ નોંધાવ્યો હતો. ઘણા પશુપાલકોએ દૂધને ગરીબ પરિવારો ને આપી ને ડેરીમાં નાં ભરાવવા નિર્ણય કર્યો હતો. 

હજારો લીટર દૂધ નદીઓ અને ગટરોમાં ઠાલવી દેવામાં આવ્યુ હતું દુધની કોથળીઓ નદીમાં ઠાલવી દેવામાં આવી હતી.  ગુજરાત સરકારે અગાઉ ઢોર નિયંત્રણ કાયદો લાવી હતી જેના વિરોધ થતાં તે સમયે સરકારે અમલમાં મૂક્યો નહોતો. આ કાયદો ખેચવા માટે માલધારી અને ભરવાડ સમાજ પણ ઘણા સમયથી આંદોલનો કરી રહ્યો છે.  પરંતુ હવે વિધાનસભા ચુંટણી નજીક આવતી હોવાથી ફરી આંદોલન ઉગ્ર બન્યું છે એટલે માલધારી સમાજે 21 સપ્ટેમ્બર દૂધ નહિ ભરાવે તેની પહેલેથી જાહેરાત કરી હતી. એટલે મંગળવાર રાતે દૂધ લેવા માટે લોકોની પડાપડી થઈ હતી પાર્લર અને ડેરીમાં પણ રાત્રે દૂધ વહેંચવા લાગ્યા હતા. 

સુરત વિસ્તારમાં માલધારીઓ એ દૂધને નદીમાં ઢોળી ને સરકાર સામે અનોખો વિરોધ કર્યો હતો. ઘણી જગ્યાએ દૂધને ભેગુ કરીને ખીર બનાવી અને ને શ્વાન ને ખવડાવવા નું નક્કી કર્યું હતું. સરકાર સામે ની માલધારી સમાજ ની એકજ માંગણી છે કે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચો કારણ કે અમારી પાસે ગાયો ચરાવવા માટે ગૌચર જમીન નથી.

Previous Post Next Post