રાણો રાણા ની રીતે કહેનારા દેવાયત ખવડ ના ઘરે ગઈ પોલીસ ફોન સ્વીચ ઓફ અને ઘરે તાળા મારેલા, જાણો સમગ્ર મામલો.


લોક સાહિત્યકાર દેવાયત ખવડ ને લઈને અનેક વખતે વિવાદ ઊભા થયેલા છે ત્યારે ફરી એક વખત દેવાયત ખવડ વિવાદ મા આવ્યા છે. રાજકોટના સર્વેસર ચોકમાં સફેદ રંગની કાળા કાચ વાળી ગાડી લઈને આવેલા ને શકશો એ રસ્તા પરજ એક યુવક ને પાઇપો વડે ઢોર માર માર્યો નો વીડિયો સોસિયલ મિડિયામાં ખુબજ વાયરલ થયો છે. 

વિડિયો વાયરલ થયાં બાદ માર મારનાર બે ઈસમો મા એક લોક સાહિત્યકાર દેવાયત ખવડ હોવાની ચર્ચા જોર જોશ થી ચાલી રહી છે. જે યુવક ને માર મારવામાં આવ્યો છે તે યુવક પણ પોલીસ દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે ઘટના ને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 

/div>
ત્યારે ફરિયાદી મયુર સિંહ રાણા પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ની ટીમ પર દેવાયત ખવડ ના ઘરે પહોંચી હતી. પોલીસ ત્યાં મેઈન ગેટ પર જ તાળું લટકેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવાયત ખવડ નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે હાલમાં પોલીસ પણ દેવાયત ખવડ ને સોધી રહી છે. આ મામલે દેવાયત ખવડ સહિત ત્રણ લોકો વિરુદ્ધ IPC કલમ 307, 325, 506 ઉપરાંત 114 તેના ઉપરાંત ગુજરાત પોલીસ એકટ ની કલમો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ હુમલા ની ઘટના CCTV કેમેરા માં કેદ થઈ હતી જેમાં જોવા મળી રહ્યું છે કે જેમાં મયુર સિંહ રાણા નામનો વ્યક્તિ ચાલતો જઈ રહ્યો છે. તે દરમિયાન પાછળથી એક સ્વિફ્ટ કાર તેની આગળ આવી ને ઉભી રહે છે અને કારમાંથી બે વ્યક્તિઓ દંડા લાકડીઓ લઈને નીચે ઉતરે છે અને મયુર સિંહ ને ફટકા મારે છે.  ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસ ને જાણ કરવામા‌‌ આવે છે અને મયુર સિંહ ને હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે.
Previous Post Next Post