આપણે આપણા વિસ્તારમાં અનેક વખત લાંચિયા અધિકારીઓ ને જોતા હોઈએ છીએ સરકાર પણ લાંચ વિરોધી અધિકારીઓ માટે કડક કામ કરતી હોય છે ત્યારે બનાસકાંઠા ના ડીસા તાલુકા ના આસેડાં ગામમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખાના બ્રાન્ચ મેનેજર લાંચ લેતા એ.સી. બી. ની ટીમે રંગેહાથ ઝડપ્યો છે.
ડીસા તાલુકાના આસેડાં ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે.જેમાં ગામમાં એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન માટે રૂપિયા 1.50 લાખ ની લોન લેવા અરજી કરી હતી. જે લોન પાસ કરવા માટે બેંક મેનેજર 10 હજાર રૂપિયા ની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા પશુપાલક માંગતો ન હતો. તેથી ફરિયાદી એ ACB નો સંપર્ક કરી ને ફરિયાદ કરી હતી.
જે ફરિયાદના આધારે ACB ના બોર્ડર એકમ ભુજના મદદની નિયામક કે.એચ. ગોહિલના સુપર વિજન હેઠળ પાલનપુરના પિ. આઇ. એન. એ. ચૌધરી એ લાંચ અપાવવાનું આયોજન કર્યું હતું. ગામના બેંકની શાખાના મેનેજર જશવંતભાઈ દવે એ તે દરમિયાન ફરિયાદી પાસેથી 10 હજાર લેતા રંગેહાથે ઝડપાયા હતા. ACB ની ટીમે તેમની અટકાયત કરી ને આગળ ની કાર્યવાહી હાથધરી હતી.
Tags
સમાચાર