ખેતરમાં પિયત કરવા ગયા અને ઠંડીને લીધે ખેડૂત નો ગયો જીવ, દિવસે લાઇટ આપવા માટે ખેડૂતો ની માંગ.

હાલમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઠંડી એ જોર પકડ્યું છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પાટણ જિલ્લાના સિધ્પુર તાલુકામાં સમોડા ગામે ઠંડીના લીધે એક ખેડૂત નું મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. રાત્રી ના સમયે ખેડૂત ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો.  હાલમાં અતિશય ઠંડી ને કારણે ઠુંઠવાઈ જતાં ખેડૂત બળદેવજી જેશુંગજી ઠાકોર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં જ જેઓનું મોત નીજપતા પરિવાર પર અણધારી સંકટ આવી ગયું હતું. 

ખેડૂત બળદેવજી ઠાકોર ને સંતાનમાં બે દીકરીઓ છે. પરિવારે ઘરનો મોભી ગુમાવતા પરિવાર મા શોકનું આભ ફાટી પડ્યું હતું. પાટણ પંથકમાં પડી રહેલ કાતિલ ઠંડી નો ભોગ ખેડૂત બન્યો છે. ઠંડી ના પ્રકોપ થી એક ખેડૂત ના પરિવારો નો માલો વિખેરાઈ ગયો હતો. વિંજ તંત્ર દ્વારા રાત્રે વીજળી આપવામાં આવતી હોય ત્યારે બળદેવજી ઠાકોર રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા. અને ઠંડી ના કારણે જેઓનું મોત નીપજ્યું છે તેવો પરિવારજનો નો આક્ષેપ છે. 

આ બાબતે ખેડૂત અગ્રણી જયેશ પટેલ કહે છે કે સરકાર દ્વારા ચુંટણી પહેલાં દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને દિવસે વીજળી આપી પણ હતી. ત્યારે ચુંટણી પૂરી થતાં વીજ તંત્ર દ્વારા ફરી રાત્રે વીજળી આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યું છે જેના લીધે ખેડૂત ને જીવ ગુમાવવા પડે છે. ત્યારે સમોડા ગામના ખેડૂત બળદેવજી ઠાકોર ની બે દીકરીઓ એ પિતાની છત્ર છાયા ગુમાવી છે. 

આ બાબત ને લઈને પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું કે આં બાબત ખુબજ દુઃખદ ઘટના છે. અને મે બે ત્રણ દિવસ પહેલા જ સરકારમાં રજૂઆત કરી હતી કે ખેડૂતો ને દિવસે વીજળી આપવામાં આવે. જ્યારે વડાપ્રધાન મોદી એ કિશાન સૂર્યોદય યોજના ની શરૂઆત કરી હોય અને ખેડૂત ને વીજળી રાતે આપવામાં આવે છે. રાત્રે વીજળી આપવાથી ખેડૂત ને જીવ ગુમાવવા નો વારો આવ્યો છે. 
Previous Post Next Post