કેવી રીતે બને છે કરા, કરા કઈ જગ્યાએ વધુ પડે છે. જાણો કરા પડવા પાછળ નું કારણ

હાલમાં કમોસમી વરસાદે ખેડૂતો ને ભારે નુકશાન કર્યું છે કમોસમી વરસાદ નાં કારણે ખેતરમાં રવી પાકોમાં ખુબજ નુકશાન થયું છે. ઘણી જગ્યાએ આપણે જોયું હતું કે વરસાદ ની સાથે કરા પણ પડયા હતા. ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેમજ ઉતર ભારતના દિલ્હી સહિત ગણી જગ્યાએ કરા પડ્યા નાં સમાચાર આપણે સાંભળ્યા હતા. કરા પડવા તે એક સામાન્ય ઘટના છે. શું તમે જાણો છો કે કરા કેમ પડે છે કરા પડવા પાછળ નું કારણ શું હોય છે. 

સામાન્ય રીતે વર્ષમાં ત્રણથી ચાર વખત અતિવૃષ્ટિ જોવા મળે છે. ઘણી વખત કૃષિ પાકો માટે ખુબજ નુકશાનકારક હોય છે. જો આપણે હવામાન વિશે વાત કરીએ તો તે તાપમાન ને નીચું લાવવા માં મદદ કરે છે. જ્યારે હવામાન ગરમ હોય છે અને આકાશમાંથી કરા પડવા લાગે છે ત્યારે ઘણીવાર લોકોને આશ્ચર્ય માં મુકાઈ જતા હોય છે. 

જ્યારે નદીઓ અને સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે ત્યારે તે નિયમિત પ્રક્રિયામાં વાદળ બનાવે છે. જ્યારે આ વાદળો ગાઢ બને છે ત્યારે તેઓ વરસાદ નાં રૂપમાં પાણી વરસવાનું શરુ કરે છે. જોકે ઘણી હદ સુધી વરસાદ નાં પવન ની ગતિ દબાણ અને તાપમાન પર પણ અસર કરે છે. જેમ જેમ તમે આકાશમાં જાઓ છો તેમ તેમ તેનું તાપમાન ઘટતું જાય છે. ત્રણ કિમી થી ઉપરના આકાશનું તાપમાન શૂન્ય અથવા ઓછું થવાનું શરૂ થાય છે. 

પછી વાદળો અથવા પાણીના ટીપા ત્યાં પહોંચે છે તે થીજી જાય છે. જ્યારે બરફના નાના બિંદુઓ માં પરિવર્તન થાય છે. ત્યારે તેમના સંપર્કમાં આવતા પાણી પણ બરફ બનવા લાગે છે. તેમનો આકાર ગોળાકાર હોય છે. લગભગ એક કિલોના કરા પણ પડે છે. આ ગોળ ટુકડો ઓ નું વજન વધતા તે જમીન પર પડવા લાગે છે. જોકે પડતા કરા આકાશમાં ઊંચા હોય ત્યારે કદમાં મોટા હોય છે પરંતુ જેમ જેમ નીચે આવે તેમ નાના થતાં જાય છે. 

કરા કેવી રીતે બને છે : 

બરફ એ પાણી ની અવસ્થા છે જે પાણી થીજી જવાથી બને છે જ્યારે પણ પાણી શૂન્ય તાપમાન થી નીચે જાય છે ત્યારે તે બરફ બની જાય છે. જેમ જેમ આપણે દરિયાની સપાટી ની સરખામણી માં ઊંચે જઈએ છીએ તેમ તેમ તે તાપમાન ધીમે ધીમે ઘટતું જાય છે તેથી જ પર્વતો ઠંડા રહે છે. અથવા તાપમાન ઓછું રહે છે. જ્યારે આકાશમાં તાપમાન શૂન્યથી કેટલાક ડિગ્રી નીચે જાય છે ત્યારે હવામાં રહેલા ભેજ પાણીના ટીપા નાં રૂપમાં એકત્ર થવા લાગે છે અને થીજી જાય છે તેને કરા કહે છે 
 
Previous Post Next Post