ભાણી નાં લગ્નમાં મામેરુ ભરાયું 81 લાખ રોકડા 40 તોલા સોનું 16 વીઘા જમીન.

આપણે લગ્ન તો ઘણા જોયા હસે અને લગ્નમાં મામેરા પણ જોયા હસે પરંતુ રાજસ્થાન નાં લગ્નની ચર્ચા દેશ અને દુનિયામાં થઈ રહી છે. રાજસ્થાન નાં નાગોર જિલ્લામાં રહેતા એક જાટ પરિવારે તેમની ભાણેજ નાં લગ્નમાં અનોખું મામેરુ કર્યું છે. આ મામેરુ એટલું મોટું કર્યું કે તેનો એક નવો રેકોર્ડ બન્યો. લગ્ન નાં મામેરા માં એટલા પૈસા અને દાગીના આપવામાં કે આજુબાજુના ગામના લોકો તેને જોવા માટે ત્યાં આવી પહોંચ્યા. 
મામેરુ ભરતી વખતે ભાણેજ નાં ત્રણ મામા અને તેના નાના પણ હાજર હતા. ત્યાં સમાજ નાં મોટા લોકો સાથે આ મામેરુ ભરવામાં આવ્યું હતું. આ મામેરા ની ચર્ચા ફક્ત રાજસ્થાન જ નહિ પરંતુ આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. આ લગ્ન નાગોર નાં દેહ તાલુકાના બુરડી ગામના છે. 

લગ્નમાં ઘણા રિવાજો હોય છે. આવો જ એક રિવાજ છે મામેરુ ભરવાનો જેને ઘણી જગ્યાએ ભાત પણ કહેવામાં આવે છે. મામેરા માં ભાઈઓ તેમની બહેન નાં બાળકો ને પરણવા નાં સમયે મામેરા લાવે છે. આમાં બહેન ની ખુશી નો પણ લાભ લે છે. ઘણા સુખી પરિવારો મામેરા એટલા મોટા ભરે છે કે સમગ્ર પંથક માં ચર્ચા નો વિષય બની જાય છે. આવું જ રાજસ્થાન નાં એક ગામમાં બન્યું છે. અહી મામા એ તેમની ભાનીબા નાં લગ્નમાં બે - ચાર લાખ નહિ પરંતુ 3 કરોડ થી વધુ ખર્ચી નાખ્યા છે. 

અનુષ્કાના દાદા ભવર લાલ ગરવા એ કહ્યું છે કે અમારી પરંપરા છે કે પુત્રવધૂ , પુત્રી , અને બહેન  સૌથી મોટી સંપતિ છે. તેમનું સન્માન સૌથી મોટું છે આપણા વડવાઓ ની પ્રથા છે કે દિલ ખોલીને મામેરું ભરો દીકરી અને બહેન નાં ભાગ્ય થી બધું પ્રાપ્ત થાય છે. 

મીડિયા નાં રિપોર્ટ અનુસાર મામલો નાગોર જિલ્લાના દેહ તાલુકાના બુરડી ગામનો છે. આ મામેરા માં મામાએ ભાણી નાં લગ્નમાં 3 કરોડ થી પણ વધુ ખર્ચો કર્યો છે. બુરડી નાં ભવેલાલ ગરવા એ તેમના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર, અને રાજેન્દ્ર સાથે મળી ને જિલ્લાના ઝડેલી ગામમાં રહેતી ભાણી અનુષ્કા નાં લગ્નમાં રૂપિયા 81 લાખ રોકડા, નાગોર નાં રીંગ રોડ પર 30 લાખ ની કિંમત નો પ્લોટ , 16 વીઘા જમીન ,41 તોલા સોનું, 3 કિલો ચાંદી બાજરી ભરેલી નવી ટ્રેકટર ટ્રોલી અને સ્કુટી પણ મામેરા માં આપ્યું.

ભવારલાલ બરડી ગામના ગરવા ખેડૂત છે તેમની પાસે 350 વીઘા જમીન છે. ખેતી કરી ને પરિવાર નું ગુજરાન ચલાવે છે. રાજસ્થાન નાં સૌથી મોટા મામેરા ભર્યા બાદ ભવારાલાલ ગરવા એ જણાવ્યું હતું કે આપણા પૂર્વજો નો વર્ષો જૂનો ઇતિહાસ છે કે ભાઇઓ તેમની બહેનો નાં મામેરા દિલ ખોલી ને ભરે છે.
Previous Post Next Post