આ દંપતી એ કંકોત્રી મા એવું લખાણ લખાવ્યું કે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન ની સિઝન મા આપણે અનેક ખર્ચા પણ કરતા હોઈએ છીએ. લગ્નની હોય તો તે દંપતી ફોટો શૂટ કરવા માટે અનેક જગ્યાએ જતાં હોય છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. ત્યારે સુરત ના રાદડિયા પરિવાર ની કંકોત્રી સોશીયલ મિડીયા મા વાયરલ થઈ છે. જેમાં વિવિધ યોજનાઓ ની વિગતો હતી. જ્યારે ફરી એક ખુબજ ખાસ કંકોત્રી સોશીયલ મિડીયા મા વાયરલ થઇ રહી છે. અને આં કંકોત્રી ની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

આ કંકોત્રી અમરેલીમાં સાયબર ક્રાઇમ મા ફરજ બજાવતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયા ની છે. પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે પોતે જે ફરજ નિભાવ છે તેને સાથે રાખીને લોકોમાં જાગૃતતા આવે તે માટે તેવો એ પોતાના લગ્ન ની ખાસ ડિજિટલ કંકોત્રી બનાવડાવી છે. જે કુલ 27 જેટલા પેજ ની છે. કંકોત્રી ના દરેક પેજ ખાસ બાબતો નું લખાણ લખવામાં આવ્યું છે. જે લોકોમાં જાગૃતતા લાવવાનું તેમજ લોકોને ખૂબ ઉપયોગી થશે. 

આપણે હાલમાં સ્માર્ટ ફોન તો વાપરતા જ હોઇએ છીએ અને તેમાં આપણે અવરનાવાર જોતા હોઈએ છીએ છે કે ઘણા લોકો સાયબર ક્રાઇમ નો શિકાર બનતા હોય છે. ઘણા લોકો ઓનલાઇન નો શિકાર બનતા હોય છે. ઓનલાઈન લોકો જોડે ફ્રોડ થતાં હોય છે તેમજ લોકો છેતરાતા હોય છે. આવી ઘટનાઓ ને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે નયનભાઈ સાવલિયા એ લગ્ન કંકોત્રી મા સાયબર ક્રાઇમ ના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે.ત્યારબાદ જ્યાં આજકાલ સોશીયલ મીડીયા નો ઉપયોગ લોકોના મનોરંજન માટે નવા નવા મિત્રો બનવા માટે થઈ રહ્યો છે. ત્યારે ઘણા લોકો સોશીયલ મિડીયા થકી પણ ઠગાઈ જતાં હોય છે તેના વિશે જાગૃતતા લાગવાનું કામ આં દંપતી એ કર્યું છે. 

આ ઉપરાંત સાયબર ક્રાઇમ થી બચવા માટે નાગરિકોએ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તે પણ દર્શાવવા મા આવ્યું છે. સોશીયલ મિડીયા થકી સિકયુરિટી, મોબાઈલ સિકયુરિટી વગેરે ને લઈને લોકોએ કઈ પ્રકાર ની બાબતો પર ધ્યાન રાખવું તે પણ કંકોત્રીમાં દર્શાવવા મા આવ્યું છે. 

કંકોત્રીમાં એવું પણ દર્શાવામાં આવ્યું છે કે જો તમે સાયબર ક્રાઇમ ના શિકાર બન્યા છો તો સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ પણ નોધાવી શકો છો. જો તમે નાણાકીય ફ્રોડ નો ભોગ બન્યા છો તો પણ તે નંબર પર ફરિયાદ કરી શકો છો. ગુજરાત સાયબર ક્રાઇમ તરત જ કાર્યવાહી પણ કરે છે અને તમારા નાણાં પરત પણ મળે છે. 
આ ઉપરાંત આં કંકોત્રી મા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે. નયનભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકાના ગધકાડા ગામના રહેવાસી છે. તેમના પત્ની ધારા દલખાણીયા ગામના રહેવાસી છે.

આ દંપતીએ કંકોત્રી સિવાય પ્રિ વેડિંગ શૂટ ની વાત કરવામાં આવે તો પશ્વિમી સંસ્કૃતિ ને બદલે આપણા દેશની પરંપરાગત સંસ્કૃતિ ને ધ્યાનમાં રાખી ને આપણા ગામડાની દેશી સ્ટાઇલ મા ફોટો શૂટ કરાવ્યું છે.
Previous Post Next Post