કૂતરા સાથે ની આ હરકત નાં કારણે સુરત માં એક દીકરી એ જીવ ગુમાવ્યો.

આપણે આપણા ઘરમાં કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ પાળવા માટે શોખીન હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આપણ ને આ પાલતુ પ્રાણીઓ ભારે પડી શકે છે. આવો એક કિસ્સો બન્યો છે સુરતમાં. સુરતમાં પાંચ વર્ષની માસૂમ દીકરી ને કૂતરાના બટકા ભરવાનાં લીધે નહિ પરંતુ અનોખો કિસ્સો સામે આવ્યો છે. 

ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા સમયથી ચોકાવનારી ઘટનાઓ વિશે સાંભળી રહ્યા છીએ જેને જોઈને સૌ કોઈના હોસ ઉડી જાય છે. ઘણી વખત બાળકો ઉપર કૂતરા ઓ નો હુમલો પણ સામે આવતો હોય છે. પરંતુ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. 

સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક બાળકીનું મોત કૂતરાના ચાટવાનાં કારણે થયું હતું. આ મામલે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં થી જ્યાં એક સાડા પાંચ વર્ષની બાળકી ને છ મહિના પહેલા કૂતરા એ ચાટ્યું હતું અને હવે બાળકી મોતને ભેટી હતી. આ મામલે હવે મહત્વના ખુલાસા સામે  આવ્યા છે જે ખરેખર ચોંકાવનારા છે. આ મામલે મળી રહેલી માહિતી પ્રમાણે છ મહિના પહેલા બાળકી પડી ગઈ હતી ત્યારે તેના કપાળે ઇજા થઇ હતી. 

કપાળ નાં ભાગે જે ઇજા થઇ હતી તેને કૂતરાએ ચાટ્યું હતું. જેને લીધે કૂતરાં ની લાળ બાળકીના કપાળના ઘા માં પ્રવેશી હતી. પરંતુ ત્યારે તેને કોઈ અસર જોવા મળી નહોતી. પરંતુ આ ઘટના નાં છ મહિના બાદ બાળકોમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. 

જેના કારણે તેને સારવાર માટે સુરત ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકી નું મોત નિપજતાં પરિવાર પર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. 
Previous Post Next Post